ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે 8મી ડિસેમ્બરના રોજ પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત માટે મોટો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. ત્યારે સૌથી પહેલાં અને સૌથી ઝડપી તમને પરિણામની તમામ અપડેટ આપી રહ્યું છે. ગુજરાતની રાજનીતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો થશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVMની મત ગણતરી થશે. રાજ્યમાં અલગ અલગ 37 જગ્યાએ મતગણતરી થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જાય અને પિક્ચર ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે. ગત ચૂંટણીમાં ભાજપને જ્યાં ઓછી બેઠકો મળી હતી તે સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે ભાજપ પોતાનું પલડું ભારે કરી શકશે?
ગુજરાત election result 2022 by
ભાવનગરમાં 7માં રાઉન્ડના અંતે તળાજા વિધાનસભા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણ 22000 મતથી આગળ… તો 10 રાઉન્ડના અંતે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના સેજલબેન પંડયા 24381 મતથી આગળ
જીલ્લો મોરબી
બેઠક-મોરબી માળિયા
પક્ષ- ભાજપ
ઉમેદવાર- કાંતિ અમૃતિયા
રાઉન્ડ -11
મતથી આગળ- 22108
જીલ્લો મોરબી
બેઠક-વાંકાનેર
પક્ષ-ભાજપ
ઉમેદવાર- જીતુ સોમાણી
રાઉન્ડ -19
મતથી આગળ- 8976
જીલ્લો મોરબી
બેઠક – ટંકારા
પક્ષ :-ભાજપ
ઉમેદવાર – દુર્લભજી દેથરિયા
રાઉન્ડ – 11
મતથી આગળ – 9796
રાજકોટ પશ્ચિમમાં દર્શિતા શાહની 54000 વોટ લીડથી જીત, વિજય રૂપાણીનો 51000 વોટનો રેકર્ડ તોડ્યો… તો જુનાગઢ કોંગેસ ઉમેદવાર ભીખાભાઈ જોશીએ હાર સ્વીકારી, અને મતદાન બૂથ છોડ્યું
જીલ્લો:-અમરેલી
બેઠક:- અમરેલી
પક્ષ:-ભાજપ
ઉમેદવાર:- કૌશિક વેકરીયા
રાઉન્ડ:- 15 રાઉન્ડમાં
મતથી આગળ:- 28297
જીલ્લો:-અમરેલી
બેઠક:- સાવરકુંડલા
પક્ષ:- કોંગ્રેસ
ઉમેદવાર:- પ્રતાપ દુધાત
રાઉન્ડ:- 9 રાઉન્ડ
મતથી આગળ:- 6126
જીલ્લો:-અમરેલી
બેઠક:- અમરેલી
પક્ષ:-ભાજપ
ઉમેદવાર:- કૌશિક વેકરીયા
રાઉન્ડ:- 14 રાઉન્ડમાં
મતથી આગળ:- 24870
સૌરાષ્ટ્ર ૉની તમામ બેઠકો પરના પરિણામ માં વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશ મકવાણા 51 હજાર મતથી આગળ. જંગી બહુમતીથી જગદીશ મકવાણા આગળ વધી રહ્યાં છે. કૉંગ્રેસ-આપને વઢવાણ બેઠક પર જાકારો મળ્યો. 13 માં રાઉન્ડ માં 51 હજારની જગદીશ મકવાણાને લીડ. ભાજપે ઉજવણી શરૂ કરી…
પોતાના હાર દેખાતા લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. મારા અને આપના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે. હાલના પરિણામ મુજબ, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ આપ બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે કોંગ્રેસને માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમરેલીમાં દિગ્ગજ નેતા પરેશ ધનાણી પણ પાછળ ચાલી રહ્યાં છે.
જિલ્લો: કચ્છ
વિધાનસભા સીટ: ગાંધીધામ
લીડિંગ ઉમેદવાર: ભાજપ માલતીબેન મહેશ્વરી
રાઉન્ડ નંબર:10
બીજેપી: માલતીબેન મહેશ્વરી 32402
કોંગ્રેસ: ભરત સોલંકી 23324
આપ: બી.ટી. મહેશ્વરી 3200
Nota: 1468
જીલ્લો – રાજકોટ
બેઠક-જેતપુર
પક્ષ-ભાજપ
ઉમેદવાર-જયેશ રાદડિયા
રાઉન્ડ – દશ રાઉન્ડ માં
મતથી આગળ- 39002લીડ
રાજકોટ
બેઠક – રાજકોટ પૂર્વ
રાઉન્ડ – ૪
પક્ષ – ભાજપ આગળ
ઉમેદવાર – ઉદય કાનગડ
મત – ૧૧,૧૭૮ લીડ
બેઠક : જામનગર 78 ઉત્તર
રાઉન્ડ : બીજો રાઉન્ડ
પક્ષ : ભાજપ આગળ
મત : 8671 થી
જીલ્લો:-અમરેલી
બેઠક:- સાવરકુંડલા
પક્ષ:- કોંગ્રેસ
ઉમેદવાર:- પ્રતાપ દુધાત
રાઉન્ડ:- ત્રીજા રાઉન્ડમાં
મતથી આગળ:-1900
ભાવનગર
બેઠક – પાલીતાણા
રાઉન્ડ – 3
પક્ષ – ભાજપ આગળ
ઉમેદવાર – ભીખાભાઈ
મત -14000 લીડ
રાજકોટ
બેઠક – રાજકોટ પૂર્વ
રાઉન્ડ – ૩
પક્ષ – ભાજપ આગળ
ઉમેદવાર – ઉદય કાનગડ
મત – ૧૦,૮૦૦ લીડ
ભાવનગર
બેઠક – ગ્રામ્ય
રાઉન્ડ – 3
પક્ષ – ભાજપ આગળ
ઉમેદવાર – પરસોતમ સોલંકી
મત – 10,000 થી વધુ લીડ
ભાવનગર
બેઠક – પાલીતાણા
રાઉન્ડ – 3
પક્ષ – ભાજપ આગળ
ઉમેદવાર – ભીખા બારૈયા
મત -1000 લીડ
જીલ્લો – રાજકોટ
બેઠક-જેતપુર
પક્ષ-ભાજપ
ઉમેદવાર-જયેશ રાદડિયા
રાઉન્ડ – પાંચ રાઉન્ડ માં
મતથી આગળ- 20506 લીડ