પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in

By | July 12, 2022

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 : નિયામક, વિકસિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્તિ જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે.

પંડિત દિન દયાળ યોજના 2022 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર 01.07.2022 થી 31.07.2022 સધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

હાલમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 યોજના ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, જામનગર, નર્મદા, રાજકોટ, સુરત, તાપી અને વડોદરા આ 9 જીલ્લાઓ ઓનલાઈન અરજી શરુ છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022

પોસ્ટ નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
પોસ્ટ પ્રકાર યોજના
હેઠળ ગુજરાત સરકાર
વિભાગ સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ
સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/
લાભ રૂ. 1,20,000ની મકાન સહાય
સ્થળ ગુજરાત (9 જિલ્લાને લાભ)
છેલ્લી તારીખ 31-07-2022
અરજી ઓનલાઈન

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2022-23) દરમિયાન રૂ. 1,20,000ની મકાન સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. હાલ 9 જીલ્લા પુરતી જ અરજીઓ શરુ છે. ફોર્મ ભર્યા બાદ તપાસ કરાવ્યા પછી તમામ માન્ય લાભાર્થીની યાદી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે જેમાં વિધવા તેમજ અતિ આવશ્યક જરૂરી લાભાર્થીને અગ્રતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરવામાં આવે છે.

જેમાં ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવે છે પહેલા હપ્તામાં રૂ. 40,000 અને બીજા હપ્તામાં રૂ. 60,000ની રકમ મળવા પાત્ર છે. મકાન પૂરું થયા બાદ શૌચાલય બનાવી મકાનની તકતી માર્યા બાદ છેલ્લો હપ્તો 20,000 મળે છે. પહેલા હપ્તાની તારીખથી ૨ વર્ષમાં મકાનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોને મળશે?

  • લાભાર્થી મુળ ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
  • લાભાર્થી ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ પૈકી કોઈ પણ જાતિના હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એકવાર જ મળવાપાત્ર છે.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન અથવા પ્લોટ હોવો જરૂરી છે.
  • અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્ય દ્વારા આ ખાતા અથવા અન્ય ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ.
  • જો પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 હેઠળ લાભ લેવા માંગતા લાભાર્થી ગ્રામીણ વિસ્તારના હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.1,20,000થી વધુ ન હોવી જોઈએ.
  • જો પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 હેઠળ લાભ લેવા માંગતા લાભાર્થી શહેરી વિસ્તારના હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ.1,50,000થી વધુ ન હોવી જોઈએ.
  • BPL કાર્ડ ધારકને અગ્રતા આપવામાં આવશે.

પંડિત દિન દયાળ આવાસ યોજનાનીની સહાય કઈ રીતે મળશે?

પંડિત દિન દયાળ આવય યોજના 2022માં લાભાર્થી ઉમેદવારને કુલ 1,20,000ની સહાય મળવા પાત્ર છે.

  • પ્રથમ હપ્તો : રૂ. 40,000નો જે લાભાર્થીના ઘરનું કામ શરુ કરવામાં માટે આપવામાં આવે છે.
  • બીજો હપ્તો : રૂ. 60,000નો જે લાભાર્થીનું મકાન લીંટર લેવલે પોગે ત્યારે આપવામાં આવે છે.
  • ત્રીજો હપ્તો : રૂ. 20,000નો જે લાભાર્થીનું મકાન સંપૂર્ણ પૂરું થયા પછી આપવામાં આવે છે.

પંડિત દિન દયાળ આવાસ યોજના પાત્રતા માપદંડ

  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 1,20,000
  • આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 1,50,000

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 રજુ કરવાના ડોક્યુમેન્ટ

  1. અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો.
  2. અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  3. આવકનો દાખલો
  4. અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  5. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  6. જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ) અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  7. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  8. BPLનો દાખલો
  9. પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  10. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  11. પાસબુક / કેન્સલ ચેક
  12. અરજદારના ફોટો

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી કઈ રીતે કરશો?

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022ની અરજી માત્ર ઓનલાઈન જ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર આપેલ વેબ સાઈટ પર જઈને જ કરવાની રહેશે.

  • સૌપ્રથમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • પ્રથમ વાર હોઈએ એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
  • હવે લોગીન મેનુમાં પર ક્લિક કરો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ નાખો અને લોગીન કરો.
  • આ રીતે તમે સાઈટ પર લોગીન કરી શકશો.

સત્તાવાર વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

આવાસ યોજના 2022 જાહેરાત : વાંચો

નવા યુઝર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન : અહીંથી કરો

રજીસ્ટ્રેશન કરેલ યુઝર અરજી : અહીંથી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *