મામાનું ઊંબાડિયું ભરૂચવાસીઓના જીભે વળગ્યું : ભરૂચ- અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ઉબાડીયાની દુકાનો પર મોટી સંખ્યામાં ઉંબાડિયું આરોગવા આવી રહ્યા છે. પ્રખ્યાત ઉબાડિયાનો લોકોને ચસ્કો લાગ્યો છે.વલસાડનું પ્રખ્યાત ઉબડીયાનો સ્વાદ ભરૂચવાસીઓ માણી રહ્યા છે
મામાનું ઊંબાડિયું ભરૂચવાસીઓના જીભે વળગ્યું
સુરતી ઊંધીયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડીયુ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઊંબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે. તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉબાડીયું પ્રખ્યાત છે. જોકે ઊંબાડિયા તેમ ઊંધીયા કરતા તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદ પ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે. લોકો દૂર દૂરથી ઉબાડિયાનો સ્વાદ માણવા આવી રહ્યાં છે.

ઠંડીમાં ઊંબાડિયું આરોગવા સ્વાદ પ્રેમીઓની ભીડ
ભરૂચના કોલેજ રોડ અને અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે સહિતના સ્થળે ઊંબાડિયાની હાટડીઓ છે.અહીં પાપડી, શક્કરિયા, રતાળુ, બટાટા અને મસાલાઓથી માટલામાં બનતી આ વાનગી હાલ તો ઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડી રહી છે.વલસાડના ડુંગરી ગામથી આવેલા ઉબાડીયુનું ભરૂચમાં વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ- અંક્લેશ્વર જૂના નેશનલ હાઇવે પર મામાનું ઉબાડીયુ આવેલુ છે.
ઊંબાડિયું બનાવવા માટે વપરાતી સામગ્રી
- દાણાવાળી પાપડી
- લીલી મરચી
- આદુ-મરચાં
- રતાળુ
- અજમો
- આંબા હળદરની બનેલી ચટણી
- મિડિયમ સાઈઝના બટાકા
- શક્કરિયા
- ધાણા
- લીલી હળદર
- મીઠું સ્વાદાનુસાર
- તેલ.
કેવી રીતે બને સ્વાદિષ્ટ ઊંબાડિયું
સૌથી પહેલા બટાકા સહિત બધા શાક સુધારી લેવામાં આવે છે. તેમાં કાપ મુકીને તૈયાર કરેલી ચટણી ભરી દેવામાં છે. પાપડીમાં પણ ચટણી ભરી દેવી. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લેવામાં આવે છે.
ત્યારબાદ માટલામાં ભરી તેને ખાખરાના પાનથી બરાબર ચુસ્ત રીતે બંધ કરી દેવું. પછી માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવવામાં આવે છે. આમ 40થી 45 મિનિટમાં સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે.